E-Paperगुजरातसमाचार

કડોદરા સ્માર્ટ પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે જાહેરાત કરી

સુરત જિલ્લાના પલસાણાના કડોદરા ખાતે કડોદરા GIDC પોલિસ સ્ટેશનના સંપૂર્ણ ભાગીદારીથી તૈયાર થયેલા બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મઢી,આનવલ અને ઝખવાવ ખાતે ત્રણ નવા પોલિસ સ્ટેશન કાર્યરત કરવાની જાહેરાત કરી છે આ ઉપરાંત વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સુરત જિલ્લામાં આગામી દિવસોમાં બારડોલીમાં 158 તેમજ કડોદરામાં 56 જગ્યાએ CCTV કેમેરા ફિટ કરવાની જાહેરાત કરી છે

KADODRA GUJRAT SURAT
KDODRA POLICE STATION SURAT SUJRAT

સુરત જિલ્લાના કડોદરા GIDC પોલિસ સ્ટેશનનો અંત્રોલી ગામે અંદાજીત 3 કરોડના ખર્ચે તૈયાર થયેલું સ્માર્ટ પોલિસ સ્ટેશનના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે રાજયમાં પ્રથમવાર સંપૂર્ણ લોકભાગીદારીથી આ પ્રકારનું સ્માર્ટ પોલિસ સ્ટેશન શરૂ થયું છે અહીં જે પોલિસ કર્મચારી પોલિસ અધિકારી તેમજ દાતા અને ગ્રામજોની ભાવના જોવા મળી એ અનોખી છે.કોઈ વ્યક્તિ પોતાનું ઘર બનાવે અને ગૃહ પ્રવેશ કરે તે સમયે તેઓના મુખપર જે ભાવ હોઈ તે જ ભાવ મને આજે જોવા મળ્યો છે પ્રદીપ સિંહે વધુ જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં ત્રણ નવા પોલિસ સ્ટેશન શરૂ થશે બારડોલી પોલિસ સ્ટેશનનું વિભાજન કરી મઢી ખાતે નવું પોલિસ સ્ટેશન બનશે મહુવા પોલિસ સ્ટેશનનું વિભાજન કરી આનવલ નવું પોલિસ સ્ટેશન કાર્યરત થશે જ્યારે માંગરોળ પોલિસ સ્ટેશનનું વિભાજન કરી ઝંખવાવ ખાતે નવું પોલિસ સ્ટેશન કાર્યરત કરવામાં આવશે ઓલપાડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઉમરા ગામ ખાતે આઉટપોસ્ટ શરૂ કરાશે આ ઉપરાંત નેશનલ હાઇવે 48 પર પણ નવી આઉટ પોસ્ટ કાર્યરત કરાશે સુરત જિલ્લામાં ‘વિશ્વાસ ‘પ્રોજેક્ટ અંતર્ગત ભાગ 2 માં બારડોલીમાં 19 સ્થળે 18 તેમજ કડોદરામાં 11 સ્થળે 53 CCTV કેમેરા ગોઠવી તેમને જિલ્લા તેમજ રાજ્યના કમાન્ડિંગ સેન્ટર સાથે જોડવામાં આવશે

KDODRA SURAT
KADODRA POLICE STATION

 

આ પ્રસંગે ગણપતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે કોરોના સમયે પોલિસે જે કામગીરી કરી તે ખરેખર સરાહનીય છે જીવનના જોખમે પોલિસ ફરજ ઉપરાંત સેવાકીય પ્રવુતિમાં પ્રજા સાથે પોલિસ ખભેખભા મિલાવીને જોડાયેલા હતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે વર્ષ 2016 માં તત્કાલીન ગૃહરાજ્ય મંત્રી રજનીભાઇ પટેલે આ પોલિસ સ્ટેશનની ખાતમુહર્ટ વિધિ કરી હતી ત્યારબાદ તબક્કાવાર સ્થાનિક દાતાઓ PEPL તેમજ રમેશભાઈ ડુમસીયા જેવા ઔદ્યોગિક એકમોના માલિકોના સહકારથી સંપૂર્ણ લોકભાગીદારી આ પોલિસ સ્ટેશન કાર્યરત થયું છે સુરત જિલ્લા રેજ આઈ જી.ડો.રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે પોલિસ મથકના નિર્માણ કાર્યમાં જ્યારે પણ સહકારની જરૂર હતી ત્યારે દાતાઓએ ખુલ્લા દિલે મદદ કરી છે એક પરિસ્થિતિમાં ભંડોળની અછત થતા પોલિસે મેરેથોન દોડનું આયોજન કરી તેમાંથી ભંડોળ એકત્રિત કરી પોલિસ સ્ટેશનની કામગીરીમાં મદદ કરી હતી આ ઉપરાંત પોલિસ વેલ્ફેર ફંડ માંથી પણ સહાય કરવામાં આવી હતી જિલ્લા પોલીસ વડા ઉષારાડા એ પણ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો

બોક્ષ
કરોડોની જમીનના દાતા પોલિસ સ્ટેશનના ઉદઘાટન પ્રસંગે ભુલાયા

અનેક વિઘ્ન વચ્ચે આખર કડોદરા સ્માર્ટ પોલિસ સ્ટેશન કાર્યરત થયું પરંતુ મહત્વની બાબત એ છે કે આ પોલિસ પ્રસંગે નેતાઓ પોલિસ અધિકારીઓ ખુલ્લા મને દાતાઓનો આભાર પ્રગટ કરતા જોવા મળ્યા હતા પરંતુ મંત્રી ઈશ્વર પરમારને બાદ કરતાં અધિકારીઓ અને રાજકીય નેતાઓ આ પોલિસ સ્ટેશન માટે અંત્રોલી ગામ પંચાયતમાં ઠરાવ કરી કરોડોની કિંમતી જમીન ફારવણી કરનાર અંત્રોલી ગામજનોને ભૂલી ગયા હતા સમગ્ર કારકર્મ દરમિયાન દાતાઓનું સન્માન થયું પરંતુ જમીનની ફરવણી કરનાર ગામજનોને કે ગ્રામ પ્રતિનિધિને સન્માન કરવા કે સ્ટેજ ઉપર સ્થાન આપવા રસ દાખવ્યો ન હતો જેને લઈ ગામજનોમાં ખાસ્સો કચવાટ જોવા મળ્યો હતો

બોક્ષ
અનેક ગ્રહણો વચ્ચે અને વિવાદ વચ્ચે સ્માર્ટ પોલિસ સ્ટેશન તૈયાર થયું

કડોદરા GIDC સ્માર્ટ પોલિસ સ્ટેશનના નિર્માણ દરમિયાન અનેક ચઢતી પડતી આવી છે વર્ષ 2016માં તત્કાલીન જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુળના પ્રયાસથી તત્કાલીન અંત્રોલી ગામના સરપંચ અને આગેવાનોએ સ્માર્ટ પોલિસ સ્ટેશન માટે કરોડોની જમીન કલેકટર હસ્તગત કરવા માંટે ઠરાવ કરી આપવામાં આવ્યો ત્યાર બાદ કડોદરામાં લઠ્ઠાકાંડ સર્જાતા શરૂ થયેલું સ્માર્ટ પોલિસ સ્ટેશનનું કામ ટલ્લે ચડ્યું હતું તે સમયે આવેલા જિલ્લા પોલિસ વડા કે અધિકારીઓ આ પોલિસ સ્ટેશનનું બાંધકામ આગળ વધારવા રસ દાખવ્યો ન હતો ત્યાર બાદ જિલ્લા પોલીસ વડા તરીકે અશોક મુનિયા અને કડોદરા પી.આઈ.તરીકે પ્રવીણ વળવીએ અથાગ પ્રયત્નો કર્યા હતા અને ત્યાર પછી ફરી એકવાર કોરોના કાળમાં ફંડની અછત સર્જાતા કામ અટકી પડ્યું હતું કડોદરા પોલિસ સ્ટેશનના પી.આઇ.આનંદ બ્રહ્મભટ અને ઉષા રાડાએ ફરી પ્રયત્ન કરતા આખર પોલિસ સ્ટેશનનું મકાન કામગીરી પૂર્ણ થઈ છે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *