સુરત જીલ્લા ના કામરેજ તાલુકા માં આવેલ કઠોર ગામ ની મેમણ કોમ ની જમાત જે અંદાજીત 25 થી 30 વર્ષ થી સક્રીય કામ કરતી આવી રહી છે. જેમા મરહુમ અબુભાઈ લાખાણી, મરહુમ હાજી હારુન ભાઈ પટેલ (મેમણ), હબીબ ભાઈ લકકી જવેલર્સવાલા , રફીક ભાઈ ફાઇવ સ્ટાર કામરેજ વાલા , અસ્લમ ભાઈ મેમણ વગેરે કઠોર,ખોલવડ, આંબોલી મેમણ જમાત ના પ્રમુખ પદ પર રહી મેમણ સમાજ માં ગરીબ પરિવાર વર્ગ માટે ઓલ ઇન્ડીયા મેમણ જમાત ફેડરેશન માં થી મળતી સહાય અનાજ ની કીટ, રોકડ રકમ, ત્થા સ્કુલ ચોપડા, સ્કુલ ની ફિસ અને સ્કીમ નો લાભ જરૂરિયાત મંદ સુધી પહોંચાડી મદદરૂપ થયા હતા.

મેમણ જમાત પમુખ તરીકે અસ્લમ હારુન ભાઈ મેમણ હતા જેઓ પ્રમુખ પદ ઉપર થી સ્વેચ્છીક રાજીનામુ આપતા નવા પ્રમુખ તરીકે નવા મેમણ યુવા ભાઈઓ ને કોમ ની ખીદમત કરવા નવી મેમણ જમાત ની કમીટી ની નિમણુંક (રચના) કરવામાં આવી જેમાં પ્રમુખ : ઈમ્તિયાઝ હારુન મેમણ કઠોર ઉ- પ્રમુખ અ.કાદર ભાઈ મેમણ ખોલવડ સેક્રેટરી સાજીદ અ.સત્તાર મેમણ કઠોર
જો.સેક્રેટરી ઇલ્યાસ હારુન મેમણ કઠોર કમીટી સભ્યો માં (ન્યૂઝરીપોર્ટર) રીયાઝ મેમણ કઠોર , ઇરફાન ભાઈ, અ.કાદર ભાઈ (એપોલોવાલા) અલ્તાફ ભાઈ, મોહમ્મદ ભાઈ, એઝાઝ ભાઈ આંબોલી,હાફિઝ ભાઈ, અલ્તાફ ભાઈ મેમણ.
મેમણ જમાત ના હોદ્દેદારો તરફ થી અગાઉ સમાજ ના સામાજિક સેવા ના કાર્યો થયા હતા અને હજુ પણ સાથે રહી કાર્યો કરતા રહીશું તેવી ચર્ચા થઈ હતી.

ન્યૂઝ રીપોર્ટર: ઈરફાન કાંધાર

surat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *